દાહોદ જિલ્લાના સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અઘ્યક્ષસ્થાને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રીકટ લેવલ ઓરીએન્ટેશનની મીટીંગ યોજવામાં આવી હતી. આદિ કર્મયોગી અભિયાન મુજબ દાહોદ જિલ્લાના ૦૯ બ્લોકસના ૫૧૨ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ખૂટતી કડીઓ શોઘી વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.