બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સતત કાર્યશીલ અને પ્રર્યત્નશીલ હોય દરમિયાન ફરિયાદી પિયુષભાઈ હરસુખભાઈ જાદવ દ્વારા મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલા અંગે પ્રથમ ઇ એફઆઇઆર કરેલ હોય જે બાદમાં પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરી આગળની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઈ પરમાર નાઓને સોપી આપતા આ ગુન્હા ના કામના આરોપી તથા મુદ્દામાલની હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ હાથ ધરી ગુનામા સંડોવાયેલ આરોપી ને ઝડપી પાડ્યો છે