આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના વાઘનળા ગામે જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કલેક્ટરએ ગામલોકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.તેમજ કલેક્ટરએ વાઘનળા ગામના સામાન્ય દફતરનું નિરીક્ષણ કર્યું હતું. તપાસણી દરમિયાન વિવિધ રજીસ્ટરોની ચકાસણી કરી અને હાજર તલાટીને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું.