માલપુર તાલુકાના જીતપુર ગામે ગત રોજ બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા,જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.આ બનાવને લઈ મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.પોલીસે તપાસ હાથ ધરી ગાડીચાલક મોહમદ આકીબને તેની ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. હાલમાં માલપુર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.