વડોદરા : ઐતિહાસિક ધરોહર માંડવી ઈમારતની જાળવણી કરવા તંત્ર તદ્દન બેદરકાર જોવા મળી રહ્યું છે.મહારાજની તપશ્ચર્યા તંત્રને જગાડવાનો પ્રયાસ છતાં પણ કામગીરી નહીં થતા માંડવીના પીલ્લરમાંથી મોટા પોપડા તૂટી પડ્યા હતા.સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.ત્યારે,પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી જો વહેલી તકે કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે તેવી ચીમકી આપી હતી.