આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાને લઈને વધુ વિડીયો વાયરલ થયા બાદ ઉપલેટા બાદ હવે માંગરોળ અને ધોરાજીના વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે ભોગ બનનાર વિદ્યાર્થી માંગરોળ અને ધોરાજીના હોવાનું પણ સામે આવતા વાલીઓ દ્વારા પોલીસમાં માર મારનાર વિદ્યાર્થીઓ સામે અરજી આપી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.