વડોદરા : ઉપરવાસમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. તેમાં ખાસ કરીને બાજવા ઉંડેરા કરચિયા સહિતના ગામોમાં માનવસર્જિત પુર પ્રકોપના કારણે મકાનો અને દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો વિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે. ત્યારે,અત્યાર સુધી વિસ્તારના કોઈ નેતાએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવાની પણ તસ્દી લીધી નહીં હોવાના આક્ષેપ સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.