સુરત સિવિલ હોસ્પિટલે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલઘર, મહારાષ્ટ્રના ૩૭ વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના પરિવારની સંમતિથી તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગદાનથી બે કિડની અને લીવર ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે, જેનાથી તેમને નવજીવન મળશે. સુરત સિવિલ હોસ્પિટલનો આ ૭૫મો સફળ અંગદાન કેસ છે.દિપકભાઈ તા. ૯મી ઓગસ્ટના રોજ એક રેલીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમને ચક્કર આવતાં તેઓ પડી ગયા હતા.