ઈન્ડિયન રેડકોર્સ સોસાયટી માણસા તાલુકા શાખાના સહયોગથી રાજયોગીની દાદી પ્રકાશમનીજીના પૂણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રજાપિતા ઇશ્વરીય બ્રહ્માકુમારી મહુડી સંસ્થા દ્વારા રકતદાન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે રક્તદાન કરનાર રકતદાતાઓની આરતી ઉતારી વંદના કરવામાં આવી હતી.