વાંસદા તાલુકાના વાંગણ ગામે તાલુકા પંચાયત સભ્ય પરશુભાઈના નિવાસસ્થાને માવલીના પાવન અવસર પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.