અમદાવાદની સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર વધતા ગાંડીતૂર બની છે. સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક- વે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નદીની આસપાસ કે વોક-વે પર ન જવા માટે જાહેર સૂચના પણ આપવામાં આવી રહી છે. મહેસાણાના ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નદી બે કાંઠે થઈ છે. તેમજ રિવરફ્રન્ટનો વોક- વે પણ પાણીમાં ડૂબ્યો છે.