સુરતના અમરોલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર ૩ વર્ષના માસૂમ બાળક આયાનનું અપહરણ અને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં જ આરોપી વિકાસ વિશ્રુદયાલ શાહને મુંબઈના BKC રેલવે યાર્ડ માંથી ઝડપી પાડ્યો છે.હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. આરોપી વિકાસ શાહની વિદેશમાં નોકરી છૂટી જતાં તે બેરોજગાર હતો. માસી વારંવાર તેને કામ-ધંધા માટે મેણાં-ટોણાં મારતી હતી.આ મેણાં-ટોણાંથી કંટાળીને વિકાસે બાળકની હત્યા કરી હતી.