કીમ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. કીમના સરપંચ પ્રવિણ પટેલ, ડેપ્યુટી સરપંચ મનોજ શાહ અને અન્ય પ્રતિનિધિઓએ વડોદરા DRM રાજુ ભડકેને મળીને વિવિધ માંગણીઓ રજૂ કરી.હાલમાં કીમ બજારમાં આવેલો ફુટ ઓવરબ્રિજ મુસાફરો માટે મુશ્કેલીરૂપ બન્યો છે.