વડોદરા : આર્મ્સ કેસના રિમાન્ડના રીઢા આરોપી દ્વારા સુરત જામનગર ખાતે કરેલા વધુ ત્રણ ચેન સ્નેચિંગ અને ત્રણ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી પકડાયેલા આરોપીને પિસ્તોલ આપનાર આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરવામાં આવી છે.