આજરોજ તા. 24/09/2025, બુધવારે બપોરે 12 વાગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે GST માં ઘટાડો કરાતા તે સંદર્ભે ચર્ચા વિચારણા કરી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર ભાર મુક્યો હતો. આ વેળા તેમની સાથે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.