ચોટીલા રોડ રસ્તા બાબતે અનેક ફરિયાદો સાંભળવા મળે છે પરંતુ અધિકારીઓ આ ખાડા કાન કરતાં આખરે પરેશાનીનો સામનો તો વાહન ચાલકોને જ કરવો પડે છે. રાજકોટ થી ચોટીલા માર્ગને સિક્સલેન બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની મુદત હોવા છતાં હજુ પણ રસ્તાની કામગીરીમાં ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવે પર મસ મોટા ખાડાઓના કારણે વાહનોમાં નુકસાનીના અને અકસ્માતો ની સંભાવનાઓ પણ વધતા વાહન ચાલકો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.