હેલ્મેટની ફરજિયાત અમલવારીના વિરોધમાં આજે માધાપર ચોકડીએ કોંગ્રેસના આગેવાન અને પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી તેમજ ગાયત્રીબા વાઘેલા દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આગેવાનો માધાપર ચોકડીએ પહોંચે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે કામ કરી રહી છે લોકો ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે. રસ્તા ઉપર ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા અકસ્માતો થયા