કૃષ્ણનગર-ગુંગણ ગામના જડેશ્વર મંદિરે જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયાએ વડીલો સાથે વાર્તાલાપ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ વેળાએ તેઓએ ગૂંગણમાં અબોલ પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂ.2 લાખ અને કૃષ્ણનગરમાં પેવર બ્લોકના કામ માટે રૂ.3 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ઉપરાંત તેઓએ જડેશ્વર મહાદેવની આરતીનો લાભ લીધો હતો...