અરવલ્લી જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સુવ્યવસ્થિત રીતે યોજાઈ હતી.ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી થઈ હતી.આ ચૂંટણીમાં પ્રભુદાસ પટેલની સતત ત્રીજી વખત ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે જ નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી ઉપચેરમેન તરીકે ચૂંટાયા છે. જ્યારે જગદીશભાઈ પટેલ માનદ મંત્રી તરીકે ચૂંટાયા છે.ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.