સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં જર્જરિત રહેલ ગ્રામ પંચાયતનું મકાન ધરાશયી થવા પામ્યું હતું.છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હતું ત્યારે ભારે પવન અને વરસાદ ને કારણે મકાન ધરાશયી થવા પામ્યું હતું અને સિડીનો ભાગ પડી જવા પામ્યો હતો જો કે કોઈ જાનહાની નહિ થતા રાહત રહેવા પામી હતી.