વિસનગર તાલુકાના કાંસા ગામના મહિલા સરપંચના પતિ અને દિકરા ઉપર બુધવારે રાત્રે ગામના જ ત્રણ શખ્સોએ લાઇટ બંધ હોવાના મુદ્દે તેમના ઘરે જઇ આવો કેવો વહીવટ કરો છો તેમ કહી લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારી સોનાના દોરો ઝુંટવી લૂંટ કર્યાની મહિલા સરપંચના પતિએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.