ગોધરાના સામલી ગામમાં રોડ પર બે વ્યક્તિઓને ધાકધમકી આપીને લૂંટ ચલાવવાનો ગુનો ગોધરા LCB, SOG અને તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા છે.ગોધરા-અમદાવાદ હાઇવે પર બે વ્યક્તિઓ પાસેથી બળજબરીથી કુલ ૧,૨૯,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જેમાં ૫૦,૦૦૦ રૂપિયા રોકડા, અને બાકીના ૭૯,૦૦૦ રૂપિયા યુપીઆઈ આઈડી દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરીને પડાવ્યા હતા. આરોપીઓએ પીડિતોને મારઝૂડ કરી, તેમને અલગ-અલગ ગાડીઓમાં