ભીલોડાથી શામળાજી તાલુકો અલગ જાહેર કરાયો,લાંબા સમયથી લોકોની માંગ હતી કે ભીલોડા તાલુકામાંથી શામળાજી અલગ કરીને નવો તાલુકો જાહેર કરવામાં આવે. ધારાસભ્ય પી.સી.બરંડાની અનેક રજૂઆતો અને પ્રયત્નોનું પરિણામ સ્વરૂપ આજે સરકાર દ્વારા શામળાજી તાલુકો જાહેર કરવામાં આવ્યો.નવા તાલુકાના જાહેર થતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડાવી.લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી અને ધારાસભ્ય પી.સી.બરંડાનું ભવ્ય સ્વાગત કર્યું.આ નવા તાલુકાની સ્થાપના સ્થાનિક વિકાસ અને સેવા સુવિધાઓમાં વધુ થશે.