શામળાજી ખાતે મેશ્વો ડેમ ઓવરફ્લો થતાં કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા.જેના કારણે આસપાસના 17 ગામોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી.રેફરલ હોસ્પિટલ સહિત આગળના ગામોમાં જવા મુશ્કેલીઓ ઉભી થઈ હતી.હાલ પાણીનો પ્રવાહ થોડો ઓછો થતાં લોકો જોખમ લઈને પાણીમાં થઈ રસ્તો પસાર કરી રહ્યા છે.પોલીસ દ્વારા સલામતી હેતુ કોઝવે પર બેરીકેટ મુકાયા છે.સતત વરસતા વરસાદને પગલે મેશ્વો ડેમમાં પાણીની આવક યથાવત્ ચાલુ છે.