સીરાજમીયા હુસેનમિયા બેલીમ ઈટાદરા ગામે રહે છે. ફરિયાદીનો ભત્રીજો અને દીકરો શકીલ બાઇક લઈને ઇટાદરાથી પ્રાંતિજ જઈ રહ્યા હતા. તે દરમ્યાન રુદ્ર પાર્ટી પ્લોટ પાસે GJ 27 AA 2778 નંબરની કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર અને બાળકને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. મંગળવારે બપોરે 3.30 વાગ્યે 8 વર્ષના બાળક શકિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.