શહેરના અલગ અલગ 22 કુત્રિમ તળાવ પરથી હમણાં સુધી 5000 થી વધુ ગૌરી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.પાલિકા તંત્ર દ્વારા શહેરના નવ ઝોનમાં આ કુત્રિમ તળાવ તૈયાર કરાયા છે.જેમાં સોમવારે પાંચ દિવસના ગણેશ ની પ્રતિમાઓનું ભાવિક ભક્તો દ્વારા ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પા મોર્યા આવતા વર્ષે લોકર આ" ના નાદ સાથે બાપ્પા ને ભક્તોએ વિદાય આપી હતી.જ્યાં નાની પ્રતિમાઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું.