PM ની જાહેરાસભામાં જિલ્લામાંથી 12500 લોકોને લઇ જવાનો લક્ષાંક આપવામાં આવ્યો છે. તેમાં ભાજપના ગ્રામ્ય વિસ્તારથી લઇને તાલુકા, જિલ્લાના સદસ્યો, હોદ્દેદારો સહિતને કામગીરી સોંપવામાં આવી છે. સભામાં લોકોને લઇ જવા માટે એસ ટી નિગમની બસોનો ઉપયોગ કરવામાં આવનાર છે. તેમાં જિલ્લામાં 250 બસોમાં 12500 લોકોને લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના ડેપોમાંથી 250 બસો દોડાવવામાં આવનાર છે. તેમાં મહેસાણા, હિંમતનગર અને પાલનપુર ડિવિઝનમાંથી બસોનો ઉપયોગ થશે.