મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.જ્યાં તેમણે કોર્પોરેશન દ્વારા આયોજિત અર્બન ઇનોવેશન ઇન્ફ્રા. સમિટમાં હાજરી આપી હતી.વડોદરાના વિકાસની રૂપરેખા તૈયાર કરવા પ્રથમ વખત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમિટમાં મુખ્યમંત્રી ઉપરાંત આંતરરાષ્ટ્રીય,રાષ્ટ્રીય અને રાજ્ય તથા સ્થાનિક નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.