ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતો એક યુવક ગતરોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ચિંતા અનુભવી હતી. યુવકના પિતાએ રાત્રે ઉમરગામ શહેર સહિતના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી રાત સુધી તેની કોઈ ખબર મળી નહોતી. આજે વહેલી સવારે પણ યુવક ઘરે ન આવતાં પિતાએ ફરી શોધખોળ શરૂ કરી હતી.