2 સપ્ટેમ્બરના રોજ રાતે 11 કલાક આસપાસ ખેરાલુ સતલાસણા રોડ પર પદયાત્રીઓને જોવા આવેલા બુલેટ ચાલક અંધારાના લીધે ઉંડા નાળામાં ખાબક્યા હતા. નિર્માણાધીન પુલના નાળામાં બુલેટ સવાર યુવકો ખાબકતા આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. પદયાત્રીઓને જોવા આડેધડ વાહન ચાલકો દોડતા હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલ ખેરાલુ હાઈવે પર ભક્તોનું ઘોડાપુર હોવાથી ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.