કર્ણાટક સરકારના મ્યુનિસિપાલિટી તથા હજ મંત્રીશ્રી રહીમખાન બે દિવસની ગુજરાત મુલાકાતે હોય, દરમ્યાન આજરોજ તેમણે વાંકાનેર ખાતે ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી મહંમદ જાવેદ પીરઝાદા તથા સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન વાંકાનેરના સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્ર જન હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રીએ સૌ સાથે સંવાદ સાધ્યો હતો.