સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે કારમાંથી રૂ. ૪.૩૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ, કાર અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે બે રીઢા બુટલેગરની પણ ધરપકડ કરી છે.પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો કારમાં દારૂનો મોટો જથ્થો લઈને કાપોદ્રાથી ઉત્રાણ વીઆઈપી સર્કલ તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે, ઉત્રાણ પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી અને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું