આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આ મુલાકાત દરમિયાન કલેકટરે ગામના વિકાસ કાર્યોની સમીક્ષા કરી.તેમણે ગ્રામ પંચાયત દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ યોજનાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.સાથે જ કલેકટર દ્વારા ગામના તાત્કાલિક પ્રશ્નો સાંભળી, સંબંધિત અધિકારીઓને તેનો હકારાત્મક નિકાલ કરવા સૂચનાઓ આપી. આ મુલાકાતમાં સ્થાનિક આગેવાનો, સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.