ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબીમાં નવા આવેલ અધિકારીએ સપાટો બોલાવી દઈ પીપળી રોડ, જાંબુડિયા અને માટેલ રોડ ઉપર સઘન ચેકીંગ કરી 15 ફેકટરીઓમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ ઝડપી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ સિરામિક એકમો વિરુદ્ધ રૂપિયા 10થી 25 લાખ સુધીના દંડ તેમજ ક્લોઝર સુધીના પગલાં તોળાઈ રહ્યા હોવાથી પ્રતિબંધિત પેટકોક વાપરનાર યુનિટોના માલિકોએ ધમપછાડા શરૂ કર્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.