રખિયાલ પોલીસ દ્વારા પશુ ચોરીના આરોપી જીસન છોટેમિયા નબીબક્ષ કુરેશી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જે પાસા દરખાસ્તને મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ઉપરોક્ત ઈસમને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડી રખિયાલ પોલીસ સ્ટેશન લવાયો હતો. ઝડપાયેલા ઈસમને પાલારા જેલ મોકલાયો હતો. ઝડપાયેલા ઇસમ વિરુદ્ધ રખિયાલ, કડી, કલોલ અને અમદાવાદ ખાતે ગુના નોંધાયેલા છે.