સાંતલપુર તાલુકામા વારંવાર વીજળી સમસ્યાને લઈને સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર રાધનપુર જીઈબી કચેરીએ પહોંચ્યા હતા અને યુજીવીસીએલ ઈજનેર ને લાઈટની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.સરહદી વિસ્તારમાં લાઈટની સમસ્યાને લઈને લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી છે ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.