આગામી નવરાત્રી મહોત્સવ અને ત્યારબાદ આવતા તહેવારોને અનુલક્ષીને વડોદરા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આજ રોડ પાદરા પોલીસ, વડુ પોલીસ તેમજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના સંયુક્ત આયોજન દ્વારા પાદરા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.