શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે ઉજવાતા "નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા તમામ ૬ નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ ૨૫૦ થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. આ સાઇક્લોથોનનું પ્રસ્થાન મહાનુભાવોએ ફ્લેગ ઓફથી કરાવ્યું હતું.