આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જીવનશૈલી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત યોગા, ઝૂંબા તેમજ રોપ ક્લાઈમ્બિંગ સ્પર્ધાનું આયોજન તા. 24 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવ્યું છે.“ફિટનેસ કા ડોઝ,આઢા કલાક હર રોજ”ના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.