ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે પાલ્લાના ધરમ ખેતર અને અદિપુર ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. સાવચેતીના ભાગરૂપે આ કોઝવે પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાલ્લા ડેમની સપાટી ઓવરફ્લો થઈ ગઈ છે. ડેમના પાણી કોઝવે પર ફરી વળતાં વાહનવ્યવહાર જોખમી બન્યો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લઈ વાહનવ્યવહાર બંધ કરાવ્યો છે. આસપાસના ગામોના લોકોને વિનંતી કરાઈ