વલસાડ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તાલુકાવાર વરસાદની વિગતો મુજબ સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે. અત્યારસુધીમાં કપરાડામાં 2177 મિમી વરસાદ વરસ્યો છે, જે જિલ્લામાં સર્વોચ્ચ છે. કપરાડા તાલુકો ડાંગરની ખેતી માટે જાણીતો છે, અને અહીં પડેલા પૂરતા વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.