બોટાદ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં તેમજ બોટાદ શહેરમાં પણ સતત વરસાદ વરસી રહેલા વરસાદના કારણે સાળંગપુર રોડ પર આવેલ અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા આ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને કેટલાય વાહનો આ અંડરબ્રિજના પાણીમાં ફસાયા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તાની આગળ બેરીકેટ લગાવી આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો