અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધતો જોવા મળી રહ્યો છે. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં ૩૫ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું પરંતુ આજે સંત સરોવરમાં ૯૮ હજાર ક્યુસેક કરતા વધુ ની આવક થઈ છે. સંત સરોવરના તમામ ૨૧ ગેટ ખોલવામાં આવ્યા હતાં. સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ માં પાણીનું સ્તર વધશે. નદી કિનારા ના ગામો ને સતર્ક કરવામાં આવ્યા છે.