થરાદ સરકારી હોસ્પિટલમાં વરસાદી સીઝન દરમિયાન દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલમાં રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હોસ્પિટલના ડૉ. કે.વી. માલોસણીયાના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્દીઓ શરદી, ખાંસી અને તાવની ફરિયાદ સાથે આવી રહ્યા છે. હોસ્પિટલમાં નિયમિત રીતે 50 બેડની સુવિધા ઉપલબ્ધ છે. વધતા દર્દીઓને ધ્યાનમાં રાખીને વધારાના 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.