લિંબાયતના પર્વતગામ ગોકુળ નગરમાં એક વર્ષ અગાઉ અમરકાંત જયસ્વાલ નામના યુવકે સ્યુસાઇડ લખી આપઘાત કર્યો હતો.આ ઘટનાની તપાસ લિંબાયત પોલીસ કરી રહી હતી.જે સ્યુસાઇડ નોટ મળી હતી તેમાં આપઘાત પાછળ નું કારણ નીલમ યાદવ અને શીતલ ગુપ્તા નામની પરિણીત મહિલાઓ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે દુષ્પ્રેરણા નો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં તમામ પુરાવાઓ એકત્ર કર્યા બાદ લિંબાયત પોલીસે એક વર્ષ બાદ આ ઘટનામાં પરીણિત મહિલા નીલમ યાદવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.