This browser does not support the video element.
અંજાર: મેઘપર બોરીચી વિસ્તારમાંથી અમદાવાદ ખૂન કેસના આરોપીને અંજાર પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Aug 30, 2025
અંજાર પોલીસે અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં થયેલા ખૂનના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડયો છે.પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અશ્વીન ઉર્ફે ભભુ વિનોદભાઈ વાલજીભાઇ ધરડા (રહે.અમદાવાદ)ને મેઘપર બોરીચી વિસ્તારમાંથી ઝડપી લેવાયો. આરોપીને આગળની કાર્યવાહી માટે અમદાવાદ પોલીસે સોપવાની તજવીજ હાથ ધરી છે.આ કામગીરીમાં અંજાર પીઆઇ એ.આર.ગોહિલ,પીએસઆઇએસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા