ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલ આદ્રી ગામે ગૌશાળાના લાભાર્થે યોજાનારા પરંપરાગત લોકડાયરા અને સમૂહ ભોજન પ્રસાદના ભવ્ય આયોજન માટે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 35 વર્ષથી યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં હજારો લોકો એકસાથે બેસીને સમૂહ ભોજનનો પ્રસાદ લે છે અને ત્યારબાદ પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં ભવ્ય લોકડાયરાનું આયોજનની મહત્વની મિટીંગ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવાના નિવાસસ્થાને આજરોજ 12 કલાકે મળી હતી.