ભાદરવી પૂનમને લઈ ઠેર ઠેર સેવા કેમ્પો ભક્તો માટે યોજવામાં આવ્યા છે. રવિવારે સવારે 11 વાગ્યે ભાજપ તથા વન સ્ટેપ ફોર નેશનના સંયુક્ત પ્રયાસથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે માણસા-રાંધેજા રોડ પર સેવા કેમ્પનો પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભારંભ કરાવ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા મંત્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, અમનસિંહ ચાવડા હાજર રહ્યા હતા.