બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક તપા. સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા બોટાદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.પર્યુષણ મહાપર્વ દરમિયાન બોટાદ જૈન સંઘમાં અલગ અલગ તપસ્યાઓ કરવામાં આવી હતી જેમાં સિદ્ધિતપના તેમજ અલગ અલગ રીતે તપસ્યાના તપસ્વીઓ સાથે બોટાદ જૈન સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રામાં પરમ પૂજ્ય ગુરુદેવ હૃકારસુંદર વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતો તેમજ બોટાદ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓ જોડાયેલા હતા.