સાળંગપુરધામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે, ૪ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવારના રોજ દાદાને ૨૦૦ ડઝન કેળાનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આજના શુભ દિવસે સવારે ૫:૪૫ શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલા યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો સૌએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ અન્નકૂટ દર્શનનો લાભ લીધા બાદ ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.